વડોદરા, તા.૧૪
આજે સવારે સુભાનપુરા વિસ્તારની મહેશ્વરનગર સોસાયટીમાં એક મકાનની બાજુમાં આવેલું વર્ષો જૂનું ઝાડ કડાકા સાથે તૂટી પડ્યું હતું. તોતિંગ વૃક્ષને દૂર કરવા માટે પહોંચેલી વડીવાડી ફાયર બિગ્રેડની ટીમને જેસીબી તેમજ કટર મશીનનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. તૂટી ગયેલા તોતિંગ વૃક્ષને દૂર કરવા માટે વીજ કંપનીની ટીમની પણ મદદ લેવાની ફરજ પડી હતી. તૂટી ગયેલા ઝાડને દૂર કરવા માટે તંત્રને વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી.