વડોદરા,તા.૧૪
વડોદરા શહેરની જાણીતી લઘુમતી શૈક્ષણિક સંસ્થા ધી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી દ્વારા પોતાની શાળાઓના મકાનોને હાલના કોરોના વાયરસના હાહાકાર સામે ઉપયોગમાં લેવા ઓ.એસ.ડી.ને રજૂઆત કરી છે.
હાલમાં ભારત સહિત વિશ્વમાં કોરોનાએા હાહાકાર મચાવ્યો છે. જેમાં હજારો લોકો મોતને ભેટ્યા છે અને લાખો લોકો તેની અસરમાં આવી ગયા છે. જેથી આ વાયરસની અસરમાં આવેલ લોકોને સરકાર દ્વારા તાત્કાલિક હજારો બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે વાયરસનો ચેપ વધુ ફેલાઈ રહ્યો હોય જેથી સરકારને મદદરૂપ થવા વડોદરા શહેરની ધી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી તરફથી વડોદરાના ઓએસડી વિનોદ રાવને પત્ર લખી આ સંસ્થા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ પોતાની શાળાઓના મકાનને આ મહામારીમાં ઉપયોગમાં આપવા તૈયારી દાખવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા તરફની પાંચ શાળા તથા એક આઈટીઆઈ ચલાવાઈ રહી છે.