વડોદરા, તા.૧૨
વડોદરા ગોરવા વિસ્તારમાં કેનાલમાંથી એક મહિલાના મૃતદેહ નજીક કંકાલ મળી આવતા ચકચાર વ્યાપી છે. આ કંકાલ ફતેગંજ પોલીસ સ્ટેશનના કસ્ટોડિયલ ડેથ કેસના મૃતક શેખ બાબુના છે કે કેમ તેની તપાસ શરૂ કરાઇ છે. ગોરવા પંચવટીથી અંકોડિયા જતી નર્મદા કેનાલમાં આજે સવારે એક મહિલાનો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. છાણી ટીપી-૧૩ ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જેની ઓળખ વિધિ કરવામાં આવી રહી છે. દરમિયાનમાં આ મૃતદેહની પાસે થેલામાંથી કંકાલ મળી આવતા તેને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ આ કંકાલ માનવના હોવાનું દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ફતેગંજ કસ્ટોડિયલ ડેથના મૃતક શેખ બાબુના મૃતદેહને શોધવા માટે કેનાલમાં તપાસ ચાલી રહી જ છે ત્યારે આજે મળેલા કંકાલના કારણે રહસ્યમય સર્જાયા છે. બનાવની જાણ સીઆઇડી ક્રાઇમને કરાતા તેમણે સ્થાનિક પોલીસને જાણ કરવા કહ્યું છે. જેથી કંકાલ કોનું છે તે જાણવા માટે ફોરેન્સીક વિભાગની મદદ લેવામાં આવી છે.
Recent Comments