વડોદરા, તા.૧૯
વડોદરા શહેરની દુમાડ ચોકડી બ્રિજ પાસે સાવલીથી રૂપિયા લઇને નીકળેલા વેપારી રોકીને ૨થી ૩ કારમાં ધસી આવેલા ૨૦થી ૨૫ જેટલા શખ્સો ૬થી ૭ રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી છૂટ્યા હતા. જેમાં એક વ્યક્તિને ગોળી વાગી હતી. ૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ૨૦થી ૨૫ યુવકોએ પથ્થરમારો અને લાકડીઓથી પણ હુમલો કર્યો હતો અને ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે ભરવાડ સમાજના લોકોના ટોળેટાળા એકત્ર થઇ ગયા હતા અને રસ્તા રોકો આંદોલન કરતા હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે પોલીસે કાર્યવાહી કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર, વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં-૪૮ ઉપર આવેલી દુમાડ ચોકડીના બ્રિજ પાસે સાવલીથી રૂપિયા લઇને નીકળેલા વેપારીને બ્રેઝા સહિતની ૨થી ૩ કારમાં ૨૦થી ૨૫ જેટલા શખ્સોએ રોક્યા હતા અને ત્યારબાદ બબાલ થતાં ધડાઘડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં એક વ્યક્તિને ગોળી વાગી હતી. જ્યારે અન્ય ૩ લોકોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ૧૦૮ એમ્ળ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્ત્તોને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૩ કારમાં આવેલા શખ્સા ૬થી ૭ રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. જો કે ફાયરિંગ કર્યાં બાદ સ્થળ પરથી ગોળીના ૪ ખોખા મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. દુમાડ ચોકડી બ્રિજ નીચે ટ્રાફિક પોલીસની હાજરીમાં અને સતત ઘમઘમતા ટ્રાફિક વચ્ચે ઘોળે દિવસે ૨૦થી ૨૫ યુવકોએ પથ્થરમારો લાકડીઓથી હુમલો કર્યો હતો અને ખાનગી ફાયરિંગ કરી ફરાર જતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. અને હ્લજીન્ની ટીમે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. સાવલી ખાતે ઈંટોના ભઠ્ઠાના માલિકે મજૂરોને ૧ લાખ રૂપિયા આપીને વડોદરા મોકલ્યા હતા. જે નાણાં ગાયબ થઇ થતાં તકરાર થઇ હતી, ત્યારબાદ મારૂતિ બ્રેજા ગાડીમા આવેલા શખ્સોએ ભરવાડો ઉપર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ ગાડી વડોદરા શહેર તરફ ભાગી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને ભરવાડ સમાજના લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. પ્રત્યક્ષદર્શી જયેશભાઇએ જણાવ્યું હતું કે, અમે કંઇ જાણતા પણ નહોત અને બ્રેઝા કારમાં આવેલા લોકોએ ૬ રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. એક મહિનામાં આ બીજી વખત ફાયરિંગ થયું છે.