વડોદરા, તા.૩
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મહાદેવપુરા ગામમાં રહેતા ઉકેળભાઈ વસાવા (ઉ.પ૪) ગામના છેવાડાથી પસાર થતી દેવ નદીમાં કપડા ધોવા ગયા હતા. મંગીબહેન કપડા ધોવામાં મગ્ન હતા. દરમિયાન નદીમાંથી ધસી આવેલા મગરે તેઓના ઉપર હુમલો કરીને નદીમાાં ખેંચી ગયો હતો. આ બનાવની જાણ પરિવારજનો અને ગામ લોકોને થતાં નદી કિનારે દોડી ગયા હતા અને મહિલાના પતિ, પુત્ર સહિત ગામના તરવૈયાઓએ નદીમાં શોધખોળ હાથ ધરી હતી. મહિલાને મગરના સંકજામાંથી છોડાવવા માટે ડાંગો જેવા મારક હથિયારો સાથે નદીમાં ઉતરેલા તરવૈયાઓએ જણાવ્યું હતું કે, મંગીબહેનને નદીમાં બે મગરોએ પોતાના જડબામાં જકડી રાખ્યા હતા. એક કલાક સુધી બે મગરો સામે જંગ ખેલીને મંગીબહેનને બહાર લાવ્યા હતા. જો કે, મગરોએ મહિલાનો એક હાથ, પગ અને જાંઘના ભાગે ફાડી ખાધુ હોવાથી તેઓ બચી શક્યા નહોતા. મહિલાની નદીમાંથી માત્ર લાશ હાથમાં આવી હતી. મહાદેવપુરા ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં બનેલા આ બનાવની જાણ વાઘોડિયા પોલીસ અને વન વિભાગની ટીમ દોડી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દેવ નદીમાં મગરો વસવાટ કરતા હોવાથી અવાર-નવાર હુમલાઓ થાય છે.