વડોદરા, તા.૨૧
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ડોક્ટર દ્વારા સારવાર તેમજ તેઓના મૃત્યુ બાદ જે કામગીરી કરવાની હોય છે. તેના બદલે સફાઈ કામદારો પાસે કામગીરી કરાવવામાં આવતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે જે અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ દર્દીને ઇજા થઇ હોય અને તેની સારવાર કેટરિંગ કરવાનું હોય તો તે કામગીરી ડોક્ટર દ્વારા કરવાને બદલે સફાઈ કામદાર પાસે કરાવવામાં આવતી હોય છે. તેવા કિસ્સા અનેકવાર બહાર આવ્યા છે પરંતુ કોરોનાના દર્દીઓ માટે સયાજી હોસ્પિટલમાં ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
તેમાં આમ જોવા જઈએ તો દર્દીઓની સારવાર ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે પરંતુ કેટલીક વખત ઓક્સિજન લગાડવો વેન્ટિલેટર લગાડવું કે પછી ગ્લુકોઝના બોટલ ચઢાવવાની કામગીરી પેરામેડીકલ સ્ટાફને બદલે સફાઈ કામદારો પાસે કરાવવામાં આવે છે જે અંગે નો વિડીયો વાયરલ થયો છે.
વાયરલ થયેલા વીડિયોમાં કોરોનાથી એક મહિલા દર્દીનું મરણ થયું છે તેના શરીર પર લગાવવામાં આવેલી ઓક્સિજનની કિટ કે ગ્લુકોઝના બોટલ ચડાવવા માટે લગાડવામાં આવેલા ઇન્જેક્શન જેવી ચીજવસ્તુઓ ચોથા વર્ગના કર્મચારીઓ હટાવી રહ્યા છે અને કર્મચારીઓ પણ તેમાં બોલતા સંભળાય છે કે આવી કામગીરી ડોક્ટરોએ કરવાની હોય છે તેને બદલે આપણી પાસે કરાવે છે. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે આ સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને તેના કોન્ટ્રાક્ટર દ્વારા ચોથા વર્ગના કર્મચારીઓને છેલ્લા દોઢ મહિનાથી પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી. તેનો વિવાદ તાજેતરમાં સર્જાયો હતો ત્યારે આ પ્રકારનો વીડિયો વાયરલ થતાં ફરીવાર ઇજારદાર અને હોસ્પિટલના સત્તાવાળાઓ વિવાદમાં આવ્યા છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ડોકટરના બદલે સફાઈ કામદાપો પાસે સારવાર કામગીરી કરાવવામાં આવતા ફરી એકવાર થયો છે. જે વાયરલ થયેલ તસવીરમાં જોઈ શકાય છે.