(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.ર૬
શહેરમાં એક જ સપ્તાહમાં બે હત્યાની ઘટનાઓએ એ વિચારવા પર મજબૂર કર્યા છે કે, પ્રેમ આંધળો હોય છે કે હત્યારો ? અને યોગાનુંયોગ બંને ઘટનાઓ બુધવારે મોડી રાત્રે ૩ વાગ્યાની આસપાસ જ ઘટી છે. તા.૧૭ એપ્રિલને બુધવારે મોડી રાત્રે ૩થી ૩ઃ૩૦ વાગ્યાના અરસામાં આજવા રોડની સયાજીપાર્ક સોસાયટીમાં પ્રિયકાન્ત ઉર્ફે ભઈલું સોલંકીએ પૂર્વ પ્રેમિકા પાયલ અને તેની માતા જયશ્રીબહેનને મોતના ઘાટ ઉતારી દીધા હતા. તા.ર૪ એપ્રિલને બુધવારે મોડી રાત્રે રઃ૩૦થી ૩ઃ૩૦ વાગ્યાના અરસામાં ઓલ્ડ પાદરા રોડ પર વસીમ મલિકે પૂર્વ પ્રેમિકા પ્રાચી મૌર્યની હત્યા કરી હતી.
બંને હત્યારાઓ પ્રેમભંગના કારણે ગુસ્સામાં હતા. બંનેની વિચારધારા ‘નું મારી નહીં તો કોઈની નહીં’ એવી જ હતી. ભઈલુએ પ્રેમિકાની માતા પર ૧૩ જેટલા અને પ્રેમિકા પર ૧પથી વધુ ઘા ઝીંક્યા હતા. તો વસીમે ર વાર ગળું દબાવવા છતાં જીવતી રહેલી પ્રેમિકાનું ફરી પાછા વળીને ગળું દબાવ્યું અને કુલ ૩ વખત ગળું દબાવવા છતાં તેનામાં જીવ રહ્યો હોવાનું જણાતા ચોથી વખત દુપટ્ટાથી ગળુ દબાવી એને ખામોશ કરી નાંખી.
એક જ સપ્તાહમાં બનેલી આ બંને હત્યાની ઘટનાઓ સામાજિક દ્રષ્ટિએ લાલબત્તી સમાન છે.