વડોદરા,તા.૧૬
વડોદરામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે અને નવા વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ ફેલાયું છે. જેથી તકેદારીના ભાગરૂપે વડોદરાના બાર વિસ્તારોને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો હતો. જ્યાં આજથી કોર્પોરેશનના આરોગ્ય ખાતાની ટીમ દ્વારા હેલ્થ સર્વે શરૂ કરાયો છે.
આ અગાઉ પણ વિવિધ ઓરેન્જ ઝોનમાં કેટલાક વિસ્તારોનો સમાવેશ કરાયો હતો જ્યાં બાદમાં સર્વે થતાં તાવ, શરદી અને ખાંસીના ૬૦ દર્દી મળ્યા હતા જ્યારે શંકાસ્પદ કેસો હતા. એના સેમ્પલ લેવાની કામગીરી કરાઈ હતી.અમદાવાદી પોળ વિસ્તારમાં પણ મેડિકલની ટીમ દ્વારા વિવિધ મકાનોમાં સર્વે ઉપરાંત દવા છંટકાવનું કાર્ય હાથ ધરાયું હતું અને સાંજ સુધીમાં ૧૦૦થી વધુ લોકોના સેમ્પલ લેવાશે તેવી ધારણા છે.
રાવપુરા વિસ્તારમાં કેસ વધતા અહીં રહેતા લોકોના પણ સેમ્પલ લેવાની સૂચના અપાતા તંત્ર કામે લાગ્યું છે. અત્યારસુધીમાં ગઈકાલના આંકડા મુજબ કુલ ૧૩૬૯ સેમ્પલ લેવાયા છે. જેમાંથી ૧૧ર૪ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.