વડોદરા,તા.ર૩
શહેરની દેણા ચોકડી પાસે શહેર એસઓજી પોલીસે બાતમીના આધારે નાર્કોટિક્સ ડ્રગ્સ મેથામ્ફેટામાઈન (મ્યાઉ-મ્યાઉ) સાથે સ્કોર્પિયો કારમાં જઈ રહેલા બે શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે બંને પાસે અંદાજે પ૭ લાખનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું. બંને શખ્સની મોડી રાત સુધી પૂછપરછ ચાલુ રહી હતી. શહેર એસઓજી પીઆઈ એમ.આર. સોલંકી અને પીઆઈ વી.બી. આલની ટીમને બાતમી મળી હતી કે, નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થા સાથે સ્કોર્પિયો કારમાં બે જણા હાઈવે પર થઈ પસાર થવાના છે. જેથી પોલીસે દેણા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમી મુજબની સ્કોર્પિયો કાર આવતા બળજબરીપૂર્વક કારને અટકાવી હતી. પોલીસે તપાસ કરતાં કારમાં બે જણા બેઠેલા જોવા મળ્યા હતા. તેમની તલાશી લેવાતાં ૪૭૦ ગ્રામ મેથામ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસ દ્વારા બંનેને ડ્રગ્સ સાથે એસઓજી ઓફિસમાં લાવી પૂછપરછ શરૂ કરાઈ હતી. ડ્રગ્સની વધુ તપાસ માટે એફએસએલની ટીમને પણ બોલાવી દેવાઈ હતી.
શહેર એસઓજી પોલીસે જણાવ્યું હતું કે, મેથામ્ફેટામાઈન અત્યંત મોઘું ડ્રગ્સ છે અને ૧૦ ગ્રામનો ભાવ અંદાજે ૧ લાખ જેટલો હોય છે. શહેરમાં ગત વર્ષે દુમાડ ચોકડી પાસેથી ર યુવક પ.૭ લાખના મેથામ્ફેટામાઈન સાથે ઝડપાયા હતા. ર૦૧૮માં પણ બે જણા આ ડ્રાગ્સમાં પકડાયા હતા. આજે પકડાયેલ શખ્સો કોની પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા અને કોને આપવાના હતા તે સહિતની તપાસ શરૂ કરાઈ છે.
વડોદરામાં કારમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા

Recent Comments