(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
વડોદરાના રાજમહેલ રોડ પર પોલોકલબ નજીક પૂરઝડપે જઇ રહેલી એક કાર ડિવાઇડર સાથે અથડાઇ પલ્ટી જતાં કારમાં સવાર સહિત અન્ય વાહન ચાલકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે મુખ્યમાર્ગ પર ટ્રાફિક દૃશ્યો સર્જાયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર ભરૂચના તુષાર પટેલ આજે સવારે કારમાં પોતાના પરિવારજનો સાથે વડોદરાના સલાટવાડા વિસ્તારમાં આવેલા દવાખાને જઇ રહ્યા હતા. દરમ્યાન તેઓની કાર રાજમહેલ રોડ પર પોલોકલબ સામે આવેલા ડિવાઇડર સાથે ભટકાઇ હતી. કાર ઝડપમાં હોવાથી તે પલ્ટી ગઇ હતી. કાર મુખ્યમાર્ગ પર કાર પલ્ટી જતાં પાછળથી આવતા બાઇક સવાર પણ કારમાં ભટકાયા હતા. આ અકસ્માતનાં બનાવને પગલે વાહનચાલકો તથા સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા તુષારભાઇના પરિવારજનોને બહાર કાઢયા હતા. ઘટનાની જાણ થતા નવાપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી.