વડોદરા, તા.૬
વડોદરા શહેરના શિયાપુરા વિસ્તારમાં ગોપાલભાઈ નામના વ્યક્તિની ઓટો રિક્ષાને શેરીમાં રખડતા કૂતરાઓએ નુકસાન કર્યું હતું. કૂતરાઓએ ઓટો રિક્ષાની સીટ ફાડી નાંખી હતી. ઓટો રિક્ષા માલિક ગોપાલભાઈએ રિક્ષાને નુકસાન પહોંચાડનાર બે કૂતરાને જીવલેણ માર માર્યો હતો. સ્થાનિક એક જીવદયા પ્રેમી યુવતીએ કૂતરાઓને પ્રાથમિક સારવાર આપવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે, એક કૂતરાનું મોત થયું હતું. સાથે તેણે એક વીડિયો બનાવીને કૂતરાને માર મારનાર રિક્ષાચાલક સામે રોષ ઠાલવ્યો છે. આ ઉપરાંત નવાપુર પોલીસ સ્ટેશનમાં કૂતરાઓને માર મારનાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે અરજી આપી છે.