(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૦
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતો પર ગુજારવામાં આવી રહેલા દમણના વિરોધમાં આજે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ખેડૂતોએ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો તો તે દરમિયાન પોલીસે આવીને સાત ખેડૂત અગ્રણીઓની અટકાયત કરી હતી.
દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. જેથી કેન્દ્ર સરકાર અને ખેડૂત સમાજ આમને-સામને આવી ગયા છે ત્યારે વડોદરા ખાતે વડોદરા શહેર-જિલ્લા ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત વિરોધી કાયદા અને દમનના વિરોધમાં આજે સવારે ૧૧થી સાંજના પાંચ વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. ધરણા પર બેસવા માટે પોલીસની મંજૂરી લીધી ન હતી. જેથી રાવપુરા પોલીસ આવીને ખેડૂત અગ્રણી વિપિન પટેલ અને હસમુખ ભટ્ટ સહિત ૭ ખેડૂતોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.