વડોદરા, તા.૬
વડોદરા શહેરમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન વધુ ર દર્દીનાં મો થયા છે જેમાં સોમા તળાવ વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષીય મહિલાનું મોત થયું છે. જ્યારે માંજલપુર વિસ્તારમાં રહેતા ૭૧ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક રપ૮૪ પર પહોંચી ગયો છે. વડોદરા શહેર ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા ૧૮૪૮ પર પહોંચી ગઈ છે. વડોદરા શહેરમાં વિવિધ હોસ્પિટલોમાં ૬૭૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જે પૈકી ૧૩રને ઓક્સિજન પર અને ર૯ને બાયપેપ અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં કારેલીબાગ, વાઘોડિયા રોડ, ચોખંડી, માંજલપુર, કલાલી, વાડી, અટલાદરા, મકરપુરા, ડભોઈ રોડ, તરસાલી, ફતેપુરા, ગોરવા, નવાપુરા, દંતેશ્વર અને માંડવી વિસ્તારમાં કોરોના વાયરસના કેસો નોંધાયા હતા. જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, દશરથ, બાજવા, શિનોર, ધનિયાવી અને ડભોઈમાં કોરોનાના કેસો નોંધાયા છે. આ ઉપરાંત ગોધરાનો એક કેસ પણ વડોદરામાં નોંધાયો છે.