(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
નાગરવાડા અને ફતેહપુરા વિસ્તારની ૧-૧ મળી કુલ ૨ મહિલાઓના મોત સાથે શહેરમો કોરોના મૃત્યું આંક ૯ પર પહોંચ્યો છે.
મહાનગર પાલિક દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરત અનુસલાર, ફકેપુરા રાણાવાસમાં રહેતાં ૫૫ વર્ષિય આધો મહિનો કોરોના પોઝિટિવ જણાઈ આવ્યો છે. સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે ૧-૩૦ વાગ્યે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અને આજે વહેલી સવારે ૫-૩૦ વાગ્યે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેઓ ડાયાબિટીસની તકલીફ ધરાવતાં હતા. નાગરવાડા વિસ્તારમાં ખોડીયારમાતાના ખાંચામાં રહેતાં ૬ વર્ષિય મહિને તા.૧૮મીનો રોજ સયાજી હોસ્ટિલના આઈશોલેેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. તેમનો કોરોના રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો હતો. તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. દરમિયાનમાં આજે બપોરે ૩ વાગ્યે તેમનું મોત નિપજ્યું હતું. તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી કે કોન્ટેક્ટ હિસ્ટ્રી નથી.