(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.ર૩
વડોદરા શહેરમાં કોરોના વાયરસના આજે વધુ ૩૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કુલ ૮રપ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરના રાજમહેલ રોડ જુની કાછિયાવાડમાં રહેતા ૭૮ વર્ષના વૃદ્ધ વાસુદેવ પટેલનું કોરોના વાયરસથી મૃત્યુ થયું છે. સયાજી હોસ્પિટલમાં તેમની કોરોના વાયરસની સારવાર ચાલી રહી હતી. તે દરમ્યાન તેમનું મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઈ ગઈ છે. અત્યારસુધીમાં વડોદરામાં સત્તાવાર મૃત્યઆંક ૩૮ ઉપર પહોંચ્યો છે.
વડોદરા શહેરમાં આજે વધુ ૧પ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરા શહેર-જિલ્લામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૪૯ર થઈ છે. હાલ વડોદરા શહેરમાં કોરોનાની સારવાર કુલ ર૯પ લોકો સારવાર હેઠળ છે. જે પૈકી ૧૧ દર્દીઓ ઓક્સિજન ઉપર છે અને ૭ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.