પ્રતિકાત્મક તસવીર

(સંવાદદાતા દ્વારા)

વડોદરા, તા.૨
વડોદરા શહેરમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન વધુ ૫ દર્દીના મોત થયા છે. જેમાં માંજલપુર વિસ્તારના ૭૨ વર્ષીય વૃદ્ધ, હરણી વિસ્તારના ૭૫ વર્ષીય વૃદ્ધ, માંડવી વિસ્તારના ૬૯ વર્ષીય વૃદ્ધ, નવાપુરાના ૫૨ વર્ષીય વ્યક્તિ અને ભરૂચના જંબુસરના ૪૫ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. વડોદરા જિલ્લાના પાદરામાં આજે વધુ ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. પાદરા શહેરમાં ૫ અને ગ્રામ્ય વિસ્તારમાં ૨ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૧૨૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી ૬૨ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે અને અત્યાર સુધીમાં કુલ ૧૦ દર્દીના મોત નિપજ્યાં છે.