વડોદરા,તા.ર
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં કોરોના વાયરસના વધુ ર૬ પોઝિટિવ કેસ નોંધાયા છે અને વડોદરા શહેર અને જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩પ૦ ઉપર પહોંચી ગઈ છે. આ પહેલા આજે સવારે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓમાં વડોદરા શહેરમાં છેલ્લા ર૪ કલાકમાં આરોગ્ય વિભાગે એક પણ સેમ્પલ લીધું નથી અને એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમ જણાવ્યું હતું.
વડોદરા શહેર-જિલ્લામાં અત્યારસુધી કોરોના વાયરસના ૩પ૦ પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાયરસથી ર૪ લોકોનાં મોત થયા છે. રોજેરોજ કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે અને છેલ્લા ૧૦ દિવસથી તો રોજેરોજ કોરોના વાયરસથી મોત થઈ રહ્યા છે ત્યારે આજે વડોદરા આરોગ્ય વિભાગે ર૧પ સેમ્પલ પૈકી ર૬ પોઝિટિવ કેસ જાહેર કર્યા છે.