(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮
શહેરના અકોટા ખાતે આવેલ પોલીસ લાઇનની બાજુમાં નવી ચાલ ખાતે છેલ્લાં ઘણા વખતથી ગંદુ અને કાળુ પાણી આવી રહ્યું હોવાની ફરિયાદ કરવા છતાં તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું હોવાથી સ્થાનિક રહીશો આ પાણી લઇ વોર્ડ કચેરી અને ત્યારબાદ મહિલા કાઉન્સીલરને ત્યાં પહોંચ્યા હતા. જ્યાં મહિલા કાઉન્સીલર ઘરે ના હોવાથી તેમના ઘરના કમ્પાઉન્ડમાં પાણી ઢોળી વિરોધ વ્યકત કર્યો હતો.
અકોટા પોલીસ લાઇનની બાજુમાં આવેલી નવી ચાલમાં છેલ્લાં ઘણા સમયથી ગંદુ અને કાળુ પાણી આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક રહીશો જ્યારે તંત્રને જાણ કરે ત્યારે વોર્ડના કર્મચારીઓ આવી અહીં ખાડા ખોદી જતાં રહેતા હતા. પરંતુ પ્રશ્નનો નિકાલ આવતો ન હતો. આ દરમ્યાન અહીંના નાના બાળકો પણ આ ખાડા પડી જવાના બનાવો બન્યા હતા. ગંદા પાણી મામલે સ્થાનિક રહીશો આજે પાણીની બોટલો ભરી વોર્ડ કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓએ યોગ્ય જવાબ ન આપતા ત્યાંથી પોતાના મત વિસ્તાર ભાજપના મહિલા કાઉન્સીલરને ફોન કર્યો હતો. તેઓએ યોગ્ય જવાબ ન આપી તેઓ વ્યસ્ત છે તેમ જણાવી દીધું હતું. જેથી લોકો ઉશ્કેરાઇ મહિલા કાઉન્સીલરના ઘરે પહોંચી ગયા હતા. ત્યારે તેમના ઘરે તાળુ હોવાથી અને તેઓ લોકસભાની ચૂંટણીના પક્ષના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. રહીશોએ મહિલા કાઉન્સીલરના ઘરના કમ્પાઉન્ડમાં પાણી ઢોળી વિરોધ વ્યકત કર્યો હતો.
વડોદરામાં કોર્પોરેટરના ઘરના કમ્પાઉન્ડમાં ગંદુ પાણી ઢોળી વિરોધ

Recent Comments