શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ હમજા અશરફના આદેશ અનુસાર શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વડોદરાની બ્રાન્ચ નં-૫ના પ્રમુખ સૈયદ હસનઅલી અશરફી (નાપાડવાલે બાપુ) દ્વારા વડોદરા શહેરના ફૂટપાથ પર ખુલ્લા આકાશ નીચે રહેતા લોકોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મળી રહે એવા ઉમદા આશયથી ધાબળા તથા ગરમ વસ્ત્રોનું વિતરણ હઝરત સૈયદ સુબહાનીમિયાંની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.