વડોદરા, તા.૨૯
શહેરના અક્ષર ચોક પાસે મોપેડ છોડી દેવા ટ્રાફિક પોલીસ તથા ક્રેનનાં મજૂરો સાથે ઉગ્ર બોલાચાલી કરી ટ્રોઇંગ ઉપર પથ્થર મારો કરનાર એક સગીર સહિત ૩ લોકોને જે.પી. રોડ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, અક્ષર ચોક નજીક બુધવારે બપોરે ગેરકાયદે પાર્ક કરેલા એક મોપેડ ચાલક યુવકે ટ્રોઇંગ ટ્રાફિક પોલીસ અને ટ્રોઇંગના મજૂરો સાથે બોલાચાલી કરી હતી. તે દરમ્યાન તેના બે સાગરીતો આવી પહોંચતા ૩ જણાંએ ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો કરી ક્રેઇન ઉપર પથ્થરમારો કરતાં ક્રેઇનનાં કાચ તૂટી ગયા હતા. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુભાષ ઉર્ફે સિંધુ માળી તથા નિલેશ ઉર્ફે જીગો ભોઇ તથા એક સગીર યુવકની આજે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.