વડોદરા, તા.૧૦
કોરોના વાયરસના વ્યાપને અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા વિવિધ બહાના હેઠળ લટાર મારવા નીકળતા લોકોના ૬ હજાર જેટલા ટુ-વ્હીલર્સ પોલીસે ડિટેઈન કર્યા છે. વાહન માલિકો પાસે મિનિમમ દંડની રકમ વસૂલ કરીને વાહનો પરત કરવા માટે આપેલી સૂચનાને પગલે વારસિયા પોલીસ સ્ટેશન દ્વારા પ૦૦ રૂપિયાનો દંડ લઈને વાહનચાલકોને તેઓના વાહનો પરત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.