વડોદરા, તા.૬
વડોદરા શહેરના સયાજીપુરા પાણીની ટાંકી પાસે વુડાના મકાનો આવેલા છે. વુડાના મકાન નજીક આવેલી તલાવડીમાં એક અજાણી વ્યક્તિનો મૃતદેહ તરતો હતો. સ્થાનિક લોકોએ બાપોદ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પાણીગેટ ફાયર બ્રિગેડની મદદ લઈ મૃતદહે બહાર કઢાવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મરનાર વ્યક્તિની ઉંમર આશરે પ૦થી પર વર્ષની છે. આ વ્યક્તિનું કેવી રીતે મોત નિપજ્યું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે. બાપોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.