વડોદરા,તા.ર૭
પી.એમ.આવાસ યોજનાના મકાનમાં રહેતો રણજીત રમેશભાઈ પાટીલ (ઉ.વ.૩૦) છૂટક મજૂરી કરતો હતો. પતિ-પત્ની વચ્ચે કંકાશ થતો હોઈ તેની પત્ની નાના પુત્રને લઈને ત્રણ દિવસ પુર્વે પીયર મહારાષ્ટ્ર જતી રહી હતી. ઘરમાં એકલા જ રહેતા રણજીત પાટીલે પંખામાં દોરડુ બાંધીને આપઘાત કરી લીધો હતો. રણજીતના મકાનની જાળી બંધ હતી પરંતુ દરવાજો ખુલ્લો હતો. સવારે સામેના મકાનમાં રહેતા શખ્સે રણજીતને પંખા પર લટકતો જોતા રણજીતના ભાઈને ફોન કરીને બનાવની જાણ કરી હતી. બનાવની જાણ સમા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટના સ્થળેથી રણજીતના હાથે ત્રુટક-ત્રુટક રીતે મરાઠી ભાષામાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠી પોલીસે કબજે લીધી છે. રણજીત ઓછું ભણેલો હોઈ તેને બરાબર લખ્યું ન હતું.
આ ચિઠ્ઠીમાં રણજીતનું લખાણનો કોઈ અર્થ સમજી શકતો ન હતો. માત્ર એટલું જ જાણી શકાયું કે રણજીતે હું બહુ કંટાળી ગયો છું તેવું લખ્યું હતું.