(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
દારૂ પીવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ગુસ્સે ભરાયેલા પતિએ આવેશમાં આવી જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર ગોત્રી રોડ સ્થિત દિવાળીપુરા પાસે આવેલ બગીચા નજીક રંગવધુતપુરામાં રહેતા ૩૫ વર્ષીય રણબીરસિંહ કિશનસિંહ ચૌહાણ પોતાની પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા. રણબીરસિંહ ચૌહાણને દારૂ પીવાની ટેવ હોવાથી તેમની પત્ની અને સંતાનો સાથે અવાર-નવાર દારૂ પીવા બાબતે બોલાચાલી અને ઝઘડો થતો હતો. ગત મોડીરાત્રે દારૂના નશામાં ઘરે આવેલા રણબીરસિંહને પત્નીએ ઠપકો આપી દારૂ પીવા બાબતે ઝઘડો કરતાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઝઘડામાં ઉશ્કેરાયને આવેશમાં આવી ગયેલા રણબીરસિંહ ચૌહાણ મકાનને ત્રીજા માળે પહોંચી પંખાના હુંક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પરિવારજનોએ બુમાબુમ મચાવી મુકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. ગોત્રી પોલીસે રણબીરસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં પત્ની સાથે થયેલ ઝઘડામાં પતિએ કર્યો આપઘાત

Recent Comments