વડોદરા,તા.રપ
વડોદરા શહેરમાં અત્યારસુધી કોરોના વાયરસના ર૩૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પ૭ લોકોને સાજા થઈ ગયા છે. કોરોના મુક્ત થયેલા પ૭ દર્દીઓ પૈકી ૧૬ ટકા દર્દીઓ બ્લડ પ્રેશર, ડાયાબિટિસ અને કિડની બીમારીથી પિડિત હતા. તેઓએ કોરોનાને હાર આપી છે. આ ઉપરાંત ર સગર્ભા મહિલાએ લડત આપીને કોરોના વાયરસને મ્હાત આપી છે.
વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીમાં વૃદ્ધ, બાળકો અને બિમાર લોકો માટે કોરોનાનો શિકાર બન્યા બાદ સૌથી વધુ મોતને ભેટે છે. અત્યારસુધી રાજ્યમાં સૌથી વધુ બિમાર લોકોએ જ કોરોના વાયરસ સામે દમ તોડ્યો છે પરંતુ વડોદરામાં કેટલાક ચોંકાવનારા આંકડાઓ પણ સામે આવ્યા છે. વડોદરામાં અત્યારસુધી કોરોના મુક્ત થયેલા પ૭ દર્દીઓ પૈકી બ્લડ પ્રેશર, ડાયાબિટિસ અને કિટની બિમારીથી પીડાતા ૯ દર્દીઓ સાજા થઈને પોતાને ઘરે જવામાં સફળ રહ્યા છે. જે બિમાર લોકો માટે સારા સમાચાર છે.