વડોદરા, તા.ર૭
બજાજ ફાઈનાન્સ કંપની દ્વારા લોકડાઉન દરમિયાન લોનનો હપ્તો ભરપાઈ ન કરનાર લોન લેનાર લોકોના બેંક એકાઉન્ટમાંથી એકથી વધુ પેનલ્ટી કાપતા લોન લેનાર લોકોએ હોબાળો મચાવ્યો હતો. વડોદરાના ગેંડા સર્કલ પાસે આવેલી બજાજ ફાઈનાન્સ કંપનીની ઓફિસ ખાતે પેનલ્ટીનો ભોગ બનેલા પ૦થી ૬૦ જેટલા લોન લેનાર એકઠા થયા હતા અને પેનલ્ટીનો વિરોધ કર્યો હતો. લોન લેનાર હેમંત મોદીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી-ર૦માં મોબાઈલ ઉપર રૂા.ર૬ હજારની બજાજ ફાઈનાન્સમાંથી લોન લીધી હતી. ઈસીએસ દ્વારા માર્ચ માસ સુધીના નિર્ધારિત ઈએમઆઈ ભર્યા હતા, તે બાદ લોકડાઉન આવતા બે માસના હપ્તા રિટર્ન ગયા હતા. કંપની દ્વારા મારા બેંક એકાઉન્ટમાંથી ૮ વખત પેનલ્ટીની રકમ કાપી લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો.