વડોદરા,તા.૧૩
વડોદરા શહેરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે હજી પણ કેટલાંક લોકો જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિન્ધાસ્તથી ફરી રહ્યા છે. શહેરની વિવિધ પોલીસે માસ્ક પહેર્યા વગર ફરતાં ર૬ લોકોને ઝડપી પાડી તેઓની સામે કાર્યવાહી કરી છે.ઉલ્લેખનીય છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માસ્ક પહેર્યા વગર આવતીકાલથી જો કોઈ વ્યક્તિ ઝડપાશે તો તેઓની પાસેથી દંડની વસુલાત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે પોલીસ દ્વારા લોકડાઉનનો અમલ જ્યારથી શરૂ થયો ત્યારથી જ માસ્ક પહેર્યા વગર ફરતાં લોકોને ઝડપી પાડી તેઓની સામે ગુનો નોંધવામાં આવે છે.શહેરના ડભોઈ રોડ, પાણીગેટ, ગાજરવાડી, બાપોદ, આજવારોડ તેમજ વાડી અને વાઘોડિયા રોડ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ફરતાં લોકોને પોલીસે ડ્રોન તેમજ વોટ્‌સએપ નંબરના આધારે ઝડપી પાડ્યા હતા.