વડોદરા,તા.૧૮
હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના પગલે સુપ્રીમકોર્ટે ઓરિસ્સાના પૂરીમાં અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા ઉપર પ્રતિબંધ મુકયો છે. સુપ્રીમકોર્ટના આદેશના પગલે વડોદરામાં રથયાત્રા નહીં કાઢવાનો નિર્ણય કરાયો છે. છેલ્લા ૩૮ વર્ષમાં પહેલીવાર રથયાત્રા નીકળશે નહીં. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિર દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી રથયાત્રા કાઢવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના વાયરસની મહામારીના ા પગલે સુપ્રીમકોર્ટે રથયાત્રા કાઢવા ઉપર પ્રતિબંધ મુકતા વડોદરા ઈસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રા ન કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.