(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૪
વડોદરા શહેરમાં ૭પ વર્ષની વૃદ્ધાનું કોરોના વાયરસની સારવાર દરમિયાન મોત થયું છે અને ૬પ વર્ષની એક આધેડ મહિલાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. જો કે, કમિટી દ્વારા નક્કી કર્યા બાદ બંને મહિલાઓની જાહેરાત કરવામાં આવશે. જો કે, આ બંને મહિલાઓની દફનવિધિ કોરોના વાયરસથી મોતને ભેટતા વ્યક્તિઓ માટે સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી.
વડોદરા શહેરની લાલકોર્ટ પાસે આવેલા અકબર મંઝીલ નજીક મસકવાલા હાઉસમાં રહેતા ૭૫ વર્ષના ફાતિમાબીબી ગુલામનબી મસકવાલાને ૯ મેના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ૧૧ મેના રોજ તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓને આજવા રોડ ઈબ્રાહીમબાબા આઈટીઆઈ સ્થિત કોરોના ક્વોરન્ટાઈન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેઓએ ઘરે રહીને હોમ ક્વોરન્ટાઈનના નિયમો પાડવાની તૈયારી બતાવતા ૧રના રોજ હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા. દરમિયાન તેમની ૧૩ના રોજ તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. તેઓની સરકારની ગાઈડલાઈન મુજબ દફનવિધિ કરવામાં આવી હતી.
વડોદરામાં વૃદ્ધાને કોરોના ભરખી ગયો

Recent Comments