વડોદરા, તા.૬
વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડમાં સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ૧૧ કરોડના ખર્ચે નવા આધુનિક ફાયર વાહનો ખરીદવામાં આવ્યા છે. આરટીઓ પાર્સિંગ થઈ ગયા બાદ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે. હવેથી ર૦ મીટર ઊંચાઈએ પણ લાગેલી આગ પર આધુનિક વાહનમાં બેસીને જ કાબૂ મેળવી શકાશે. ૬ માળ સુધીની ઊંચાઈએ લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી શકાશે.૧૧ કરોડના ખર્ચે નવા ૪ આધુનિક ફાયર ફાયટર લેવાયા છે જેમાં ૯ કરોડ ૧૬ લાખના ત્રણ સ્પેશિયલ રિસ્પોન્સ ફાયર વ્હીકલ અને ર.પ૦ કરોડના ખર્ચે એક મલ્ટી ટાસ્ક વાન લેવામાં આવી છે. ત્રણ નવા ફાયર ફાયટર વાહનમાં સ્પેશિયલ કેબિનમાં બેસી ૬ માળ સુધી ઊંચાઈએ લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી શકાય છ અને કેમેરાની મદદની બિલ્ડિંગમાં લાગેલી આગનો અંદાજો પણ લગાવી શકાય છે. જ્યારે ચોથું વાહન અકસ્માત સમયે જરૂર પડે તો ક્રેન પણ લગાવવામાં આવી છે.