વડોદરા,તા.૨૫
વડોદરા એેસ.ટી. ડિવિઝન દ્વારા બસ ડ્રાઇવરોના બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ લેવાનું શરૂ કરાયુ છે. દિવાળીના તહેવારમાં કોઇ દારૂ પીને બસ ચલાવે છે કે, કેમ તેની તકેદારી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ તોડેલી ડેપોનાં નશામાં ચૂર બસ ડ્રાઈવરને પગલે હોબાળો મચ્યો હતો. જેને પગલે એસ.ટી. વિભાગ સતર્ક બન્યું છે.એસ.ટી. વિભાગ દ્વારા ડિવિઝનમાં આવતા સાત ડેપો પૈકી છોટાઉદેપુર અને વડોદરા મધ્યસ્થ ડેપોમાં અન્ય રાજ્યમાંથી આવતી જતી બસ માટે ખાસ ચેકિંગ હાથ ધરાયું છે. દિવાળીના તહેવારનાં ડ્રાઇવરો નશો કરીને બસ હંકારે તો મુસાફરોના જીવ જોખમમાં મૂકાય છે. જેથી ખાસ તકેદારી રાખવાના ભાગરૂપે ચેકિંગ શરૂ કરાયું છે.