(સંવાદદાતા દ્વારા)
ડભોઈ, તા.૭
વડોદરા જિલ્લા અને તાલુકાનાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરવાનો કાર્યક્રમ વડોદરા ઊર્મી હાઇસ્કૂલ ન્યુ સમારોડ ખાતે યોજાયો હતો જેમાં ડભોઇ તાલુકાનાં બી.આર.સી.કો.ઑ.ભરત દરજીને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળતા શિક્ષકો દ્વારા તેમણે શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી. મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય કક્ષાના શહેરી અને ગૃહ નિર્માણ મંત્રી યોગેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ડભોઇ તાલુકાના બે શિક્ષકો બી.આર.સી.કો.ઑ. ભરત દરજી અને નરેન્દ્રભાઈ ચૌહાણને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનીત કરાયા હતા. ડભોઇ તાલુકામાં શિક્ષણને લઈ આ જ રીતે કામ કરતાં રહે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. વડોદરા જિલ્લાના ૪ અને તાલુકાઓના ૮ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે નીમવામાં આવ્યા હતા.