(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૬
ધો.૧૨ સામાન્ય પ્રવાહનું વડોદરા જિલ્લાનું પરિણામ ૭૧.૦૩ ટકા આવ્યું છે. વડોદરા જિલ્લામાં વર્ષ ૨૦૧૯માં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૩.૦૯ ટકા આવ્યું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૨.૬ ટકા ઓછું પરિણામ આવ્યું છે. આ વર્ષે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ૭૨.૮૧ ટકા આવ્યું છે. વડોદરા જિલ્લા કરતા છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ૧.૭૮ ટકા વધુ છે. વડોદરા શહેર અને જિલ્લામાં આ વર્ષે ૧૪,૯૪૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વડોદરામાં ૨૩ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૪૪૪ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવ્યો છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહનું સારૂ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ સ્કૂલ ઉપર પહોંચી ગયા હતા અને અને પોતાની ખુશી સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકો સાથે વહેંચી હતી.