(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૧
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસ આજે અત્યાર સુધીના સૌથી વધુ ૭૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૨૯૯૪ ઉપર પહોંચી છે. વડોદરામાં આજે વધુ ૩૧ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૨૧૩૧ દર્દી રિક્વર થયા છે. વડોદરામાં અત્યારે કુલ ૮૦૬ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૪૦ ઓક્સિજન ઉપર અને ૩૭ વેન્ટિલેટર -બી પેપ ઉપર છે અને ૬૨૯ દર્દીની હાલત સ્થિર છે. વડોદરા શહેરમાં આજે વડસર, વાઘોડિયો રોડ, આજવા રોડ, છાણી, ગૌત્રી, સુભાનપુરા, હાથીખાના, તાંદલાજા, માંડવી, કારેલીબાગ, માંજલપુર, મકરપુરા, અટલાદરા, નિઝામપુરા, યાકુતપુરા, ગેંટીગેટ, વીઆઈપી રોડ, સમા અને નાગરવાડા વિસ્તારમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસો નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં સાવલી, ડભાઈ, બીલ, બાજવા, ભાયલી રોડ અને પાદરામાં કોરોનાના કેસો નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન આજે વધુ ૩ દર્દીના મોત થયા છે. ગોત્રી વિસ્તારની ૭૭ વર્ષની મહિલાનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઉપરાંત સાવલી તાલુકાના ખાખરિયા ગામના ૪૭ વર્ષના પુરૂષનું અને ૫૪ વર્ષના દર્દીનું મોત થયું છે. તમામની સરકારની ગાઈડલાઈન પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી છે.