(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૯
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૪પ પોઝિટિવ કેસ નોંધાયા છે અને પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૭૮૩ ઉપર પહોંચી ગઈ છે અને વડોદરામાં આજે વધુ ર૦ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, આમ અત્યાર સુધીમાં કુલ ૧૧૪૬ દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ પ૮૭ દર્દી સારવાર હેઠળ છે જે પૈકી ૧૦૩ દર્દી ઓક્સિજન ઉપર અને ૩પ દર્દી વેન્ટિલેટર ઉપર છે, આમ કુલ ૧૩૮ દર્દી એટલે ર૩.પ૦ ટકા દર્દીઓની હાલત ગંભીર છે. શહેરમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન આજે વધુ ર દર્દીનાં મોત થયા છે. ખંભાતના નાના કલોદરા ગામના પર વર્ષીય કાંતિભાઈનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે વારસિયા રીંગ રોડ ઉપર રહેતા ૭૦ વર્ષીય ત્રિવેણીબહેન કિર્તીકુમાર ત્રિવેદીનું સારવાર દરમિયાન મોત થયું છે. વડોદરા શહેરમાં આજે દંતેશ્વર, હાથીખાના, વાડી, વારસિયા, ફતેપુરા, પથ્થરગેટ, બાવામાનપુરા, પાણીગેટ, સુભાનપુરા, રાવપુરા, હરણી, આર.વી.દેસાઈ રોડ, અટલાદરા, ગાજરાવાડી, છાણી અને આજવા રોડ વિસ્તારમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા ગ્રામ્યના મંજુસર, બાજવા અને કરચિયામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.