(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૯
દાન-દક્ષિણા લેવાના બહાને ઘરમાં એકલી મહિલાઓને જોઇ દાગીના લૂંટી લઇ ફરાર થઇ જતા લાલાભાઇ ઉર્ફે લાલા મારવાડીને ડીસીબી સ્ટાફે દબોચી લેતા બે ગુનાનો ભેદ ખુલ્યો હતો. પોલીસે લાલાભાઇ ઉર્ફે લાલો મારવાડીની ધરપકડ કરી હતી તથા સોનાના પાટલા કબ્જે લીધા હતા.દાન-દક્ષિણા અને હોસ્પીટલમાં દર્દીઓને જમાડવા માટે દાન લેવાના બહાને અલગ અલગ વિસ્તારમાં એકલી મહિલાને જોઇ તકનો લાભ મળતા ઘરેણાની લૂંટ ચલાવી ફરાર થઇ જતા અજાણ્યા લૂંટારૂ અંગે મળેલી બાતમીના આધારે ડીસીબીના પોસઇ જાડેજા હે.કો. સાધુજી પંકજભાઇ ગનુભાઇ પરવતભાઇ, જૈનુલ આઅબેદીન વિ.એ વોચ ગોઠવી હતી. દરમિયાન ભુતડીઝાંપા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા અજાણ્યા શખ્સને આંતરી લઇ પોલીસે પુછપરછ હાથ ધરી હતી. પોલીસની પુછપરછના અંતે લાલાભાઇ ઉર્ફે લાલા ધૂળાભાઇ મારવાડી (રહે. લાલપુરા ખાડામાં, નવાયાર્ડ) એ કબુલાત કરી હતી કે, સયાજીગંજ તથા ગોત્રી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બનેલા બે બનાવોમાં તેની સંડોવણીની કબુલાત કરી હતી.