(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
સુરત શહેરમાં રહેતા પલસાણા પરિવાર કારમાં અમરેલી બાપાના મચેલી ખાતે દર્શન કરી પરત ફરતી વખતે નેશનલ હાઇવેના શહેરના દરજીપુરા એરફોર્સ સ્ટેશન નજીક કારને રોડ ડીવાઇડરનો અકસ્માત નડતા કારમાં સવાર પરિવારના વડીલ મહિલાને ઇજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતોનુસાર સુરતમાં સ્થાયી થયેલ પલસાણા પરિવાર પ્રકાશભાઇ ત્રિભોવનદાસ બેવડીયા તેમના સંબંધી વ્રજેશભાઇ તેમના માતૃશ્રી અંબાબેન અરવિંદભાઇ પલસાણા (ઉ.વ.૬૦) તથા અન્ય સદસ્યો કારમા અમરેલી ખાતે આવેલ બાપાની મઢેલી ખાતે દર્શન માટે ગયો હતો. તે સમય શહેર નજીક નેશનલ હાઇવેના દરજીપુરા એરફોર્સ સ્ટેશન પાસે કારને રોડ ડીવાઇડર સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર વૃધ્ધ અંબાબેન અરવિંદભાઇ પલસાણા (ઉ.વ.૬૦) છાતીનાં ભાગે ઇજાઓ થવાથી તેમને સારવાર માટે ૧૦૮ દ્વારા અત્રેની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમની સારવાર હાથ ધરી હતી. પરંતુ સારવાર દરમિયાન અંબાબેન પલસાણાનું અકાળે મોત નિપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.