વડોદરા, તા.૧૪
વડોદરા શહેરના આજવા રોડ ઉપર રહેતો ધો-૧૦ના વિદ્યાર્થીએ પૂરક પરીક્ષામાં નાપાસ થયા બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ વિદ્યાર્થીને પબજી ગેમની લત અને સિકલસેલની બીમારીના કારણે તેણે અંતિમ પગલું ભર્યું હોવાનુું બહાર આવ્યું છે.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી યોગેશ્વર ટાઉનશિપમાં રહેતા ૧૭ વર્ષના જયદેવ સુનિલભાઈ વસાવાએે સોમવારે મોડી સાંજે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જયદેવે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષા આપી હતી. જે પરીક્ષામાં તે નાપાસ થયા બાદ ફરીથી પૂરક પરીક્ષા આપી હતી. પરંતુ, તે પુરક પરીક્ષઆમાં પણ નાપાસ થયો હતો. જેથી તેણેે લાગી આવતા આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત બાપોદ પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી છે કે, જયદેવ પરિવાર અને એક બહેન વચ્ચે એકનો એક પુત્ર હતોે. જયદેવને છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ પબજી ગેમની લત લાગી ગઈ હતી અને તે પોતાના રૂમમાં પબજી ગેમ રમવામાં જ રચ્યો પચ્યો રહેતો હતો. આ ઉપરાંત તેણે સિકલસેલ નામની બીમારી પણ હતી. જેથી માનસિક રીતે પણ તૂટી ગયો હતો. આ કારણોસર તેણે મોડી સાંજે પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. બાપોદ પોલીસ મથકમાં આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.