વડોદરા, તા.૯

અમદાવાદ શહેરના રહેવાસી રાકેશ ઉર્ફે રોકી ઈસરાની પેસિફિકા ગ્રુપ ઓફ કંપનીના ચેરમેન તરીકે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે  કંપનીએ ધરતી મેડ્રિડ કાઉન્ટી એલ. એલ. પીના જમીન માલિકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવા માટે લેખિત રજૂઆત પોલીસ કમિશનરને કરી હતી જેમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦ દરમિયાન ભાયલી ગામે આશાપુરી મંદિરની સામે જમીન માલિક રશ્મિકાંત ભટ્ટ, ચૈત્તલ ભટ્ટ, ગીતા ભટ્ટ, નિકિતા ભટ્ટ અને રિદ્ધિ ભટ્ટ (તમામ રહે -આશ્રય બંગ્લોઝ, ગોવર્ધન પાર્ક, ન્યુ સમા રોડ) તથા સુનિલ પટેલ ( રહે -ક્રિષ્ના દર્શન, યુ ટી આઇ બેંકની સામે, માંજલપુર) એ કન્સ્ટ્રક્શનનો પ્રોજેક્ટ શરૂ કરવા પેસિફિકા ગ્રુપનો સંપર્ક સાધ્યો હતો અને તેઓની માલિકીવાળી જમીનોમાં કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ઊભો કરવા જણાવતાં કંપનીએ જમીન માલિક સાથે બેઠક કરી હતી. જે દરમિયાન જમીન માલિકી અંગે રેવન્યુ રેકોર્ડ આધારિત નકલો રજૂ કરી વિશ્વાસ અને ભરોસો કેળવી ધરતી મેડ્રિડ કાઉન્ટી એલ.એલ.પી કંપનીની રચના કરી હતી. જેમાં પેસિફિકા ઇન્ફ્રાસ્પેસની ૫૦ ટકા ભાગીદારી રાખવામાં આવી હતી. ત્યારબાદ ભાયલી ખાતે આવેલ કુલ ૧૭ બ્લોકવાળી જમીનના તેઓ માલિક હોય તેઓની પાસેથી કુલ ૮,૪૮,૩૦,૮૩૦ રૂપિયા ચૂકવી ખરીદી કરી હતી અને બાકી રૂપિયા ૭,૭૩,૩૦,૮૩૦ રૂપિયાની ચૂકવણી માટે પાંચ વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૬ દરમિયાન સાન ટ્રોપેઝ અને સાન માર્ટિન બંને પ્રોજેક્ટ પૂર્ણ થયા હતા. સાન ટ્રોપેઝ ના ૧,૯૭,૭૯૭ ગ્રાહકોના રજીસ્ટર દસ્તાવેજો કરી આપવામાં આવ્યા હતા. જ્યારે સાન માર્ટિનના ૯૨૯૨ ગ્રાહકોના રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ધરતી મેડ્રિડ કાઉન્ટી એલ.એલ.પી.ના માલિકોએ પેસિફિકા ગ્રુપ આંતરરાષ્ટ્રીય ગ્રાન્ટનો ઉપયોગ કરી ખોટા પેઢીનામાંના આધારે વિલ તૈયાર કરી ખોટી રીતે ખેડૂત બની ખોટા દસ્તાવેજોના આધારે સાચા તરીકે રજૂ કરી ભાયલી ખાતેના કુલ ૧૭ બલોકવાળી જમીનના પોતે માલિક તેમજ જમીન એન.એ. થયેલ હોવાનો વિશ્વાસ આપી ૫૦% ભાગીદાર બનાવી જમીન ખરીદી ૨૨ કરોડનું રોકાણ કરાવી તેમજ તેઓના બીલ ખાતેના અન્ય પ્રોજેક્ટમાં ૨૨ કરોડ રોકાણ કરાવી જેમાં કાચા પ્રોજેક્ટવાળી જમીન છોડવા માટે મજબૂર કરી કુલ ૧૦૧,૧૦,૨૨,૦૮૧ની માતબર રકમનું રોકાણ કરાવી પેસિફિકા કંપનીની જાણ બહાર એક તરફી ધરતી મેડ્રિડ કાઉન્ટી એલ.એલ.પી.ના નામે રજીસ્ટર દસ્તાવેજ કરી આપ્યા હતા અને પેઢીની બેંકોમાં ખોટા વાંધાઓ રજુ કરી બેન્ક ખાતા સીલ કર્યા હતા અને પોતાને નાણા ન મળ્યા હોવાના બહાના હેઠળ ૬૪ ગ્રાહકોએ મકાન પેટે રકમ ચૂકવી હોવા છતાં દસ્તાવેજ કે પજેશન નહીં આપી પેસિફિકા કંપનીની પ્રતિષ્ઠા હોડમાં મૂકીને કંપનીના અબજોના વેલ્યુએશનના નુકશાનની ગણતરી સિવાય ધરતી મેડ્રિડ કાઉન્ટી એલ. એલ. પી પેઢીમાં કંપની પાસેથી ૧૦,૧૧,૦,૨૨,૦૮૧ની માતબર રકમનું રોકાણ કરાવી ૨૫,૨૪,૩૯,૯૩૬નું નુકસાન કરી વિશ્વાસઘાત એમાં છેતરપિંડી કરી હતી.

ફરિયાદના આધારે મકરપુરા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમ હેઠળ રશ્મિકાંત ભટ્ટ, ચૈત્તલ ભટ્ટ, ગીતા ભટ્ટ, નિકિતા ભટ્ટ અને રિદ્ધિ ભટ્ટ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.