૯૩૭૧૪ લોકો દંડાયા, લોકોમાં રોષ ફેલાયો

વડોદરા, તા.૧૬
કોરોના મહામારીના કારણે લોક ડાઉન ઉઘડવા છતાં બજારમાં મંદીનો માહોલ છે લોકો પાસે રોકડ નથી. તેવા સંજોગોમાં માસ્કના નામે પોલીસ દ્વારા બેકામ લૂંટ ચલાવાતા શહેરીજનોમાં રોષ કેલાયો છે. ફેસ માસ્કનો કાયદો અમલમાં મુકાયો ત્યારથી અત્યાર સુધીના ૯ માસના સમયગાળામાં પોલીસે માસ્કના નામે માત્ર વડોદરા શહેરમાંથી જ ૯૩,૭૧૪ લોકો પાસેથી રૂા.૬,૨૪,૬૩,૭૦૦ દંડ ઉઘરાવ્યો છે.
ગત માર્ય માસથી પોલીસ દ્વારા કરજીયાત માસ્કનો અમલ કરવામાં આવી રહયો છે. લોકડાઉન દરમીયાન ધંધા રોજગારો અને ઉધોગો ઠપ્પ હતા. જૂન જૂલાઇથી જનજીવન પાટા ઉપર આવ્યુ હતુ. પહેલા પોલીસ દ્વારા માસ્ક નહિ પહેરનાર પાસેથી રૂ. ૫૦૦ દંડ વસૂલવામાં આવતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી રૂ. ૧,૦૦૦ દંડ વસૂલ કરવામાં આવે છે. માસ્કના કાયદાનો અમલ શરુ થયો ત્યાર થી લઈને અત્યાર સુધી માત્ર વડોદરા શહેરમાંથી જ પોલીસે ૯૩,૭૧૪ લોકો પાસેથી રૂ.. ૬,૨૪,૬૩,૭૦૦ દંડ વસુલવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રોજેરોજ સરેરાશ ૧,૩૦૦થી વધુ લોકો પાસેથી વ્યકિતદીઠ રૂ. ૧ હજાર લેખે લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહયો છે. આ સીલસીલો હજુ કેટલા દિવસ સુધી જારી રહેશે તેની કોઇ ચોક્કસ સમય મર્યાદા નથી.