(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૨
પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર ઉભા થયેલા દબાણો દુર કરવાના ભાગરૂપે કોર્પોરેશનની દબાણ શાખાએ ટાઉન પ્લાનીંગ વિભાગને સાથે રાખી શહેરના ચકલી સર્કલથી હેવમોર સર્કલ થઇ નવી કોર્ટ સંકુલ સુધીના માર્ગ પર આવેલ બિલ્ડીંગોમાં પાર્કિંગની જગ્યા ખુલ્લી કરી હતી. તો આ સાથે બે ટ્રક ભરી સામાન જપ્ત કરાયો હતો. છેલ્લાં પાંચ દિવસ દરમ્યાન કોર્પોરેશન દ્વારા શહેરની બહુમાળી ઇમારતો, મોલ-મલ્ટીપ્લેક્ષમાં પાર્કિંગની જગ્યામાં ઉભા કરાવેલા દબાણો દુર કરવા મામલે નોટીસો અપાઇ હતી. જે બાદ ગતરોજથી આવી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવાનું અભિયાન હેલ્થ ધરવામાં આવ્યું હતું. ટાઉન પ્લાનીંગ વિભાગ સાથે મળી પાર્કિંગની જગ્યાના દબાણો દુર કરવાના શરૂ કરવામાં આવ્યા હતા. જેની ઝુંબેશ આગળ ધપાવતા પાલિકાની દબાણ શાખાએ ચકલી સર્કલથી હેવમોર ચાર રસ્તા થઇ નવી કોર્ટ સંકુલ સુધીના માર્ગમાં હાઇરાઇઝ બિલ્ડીંગોમાં પાર્કિંગની જગ્યાનો ઉભા થયેલા દબાણો દુર કર્યા હતા. જેમા પગથીયા, સીડી સહિત ૧૩ જેટલા બાંધકામો દુર કરવામાં આવ્યા હતા. તેમજ રસ્તામાં નડતરરૂપે ઉભા રહેતા લારી, ગલ્લા, પથારા સહિત બે ટ્રક ભરી સામાન જપ્ત કરાયો હતો.