(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૭,
વડોદરા રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નં.૬ પાસેથી આજે એક યુવાનનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સળગી ગયેલા યુવાનનો મૃતદેહ સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
વડોદરા રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નં.૬ નજીક ગાર્ડલોબી પાસે નવા બંધાઇ રહેલા બિલ્ડીંગમાંથી ૧૦ થી ૧૨ વર્ષનાં કિશોરનો સળગેલી હાલતમાં સોમવારે મોડીરાત્રે મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય રીતે સળગી ગયેલા આ કિશોરનાં મૃતદેહને સયાજી હોસ્પિટલમાં રેલ્વે પોલીસે મોકલી આપ્યો હતો. આ કિશોરનું કેવી રીતે મોત થયું અને તેની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.