લાશનો કયાં સ્થળે નિકાલ કર્યો અને તેમાં કોણ-કોણ સંડોવાયેલું છે, જે અંગે આરોપીઓએેે સીઆઈડી ક્રાઈમને કોઈ જ માહિતી ન આપી

વડોદરા, તા.૬

શહેરના ચકચારી શેખ બાબુ કેસમાં ૧૦ દિવસના રિમાન્ડ પર રહેલા ફતેગંજ પોલીસ ના તત્કાલીન પી આઇ,ડીં સ્ટાફના તત્કાલીન પીપએસ.આઇ અને ચાર કોન્સ્ટેબલો ને લઈને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમ શનિવારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પહોચી હતી અને શેખ બાબુને જ્યાંથી પૂછપરછ માટે લવાયોં હતો તે સ્થળયી માડી ફતેગંજ પોલીસ સ્ટેશનના ક્રોમ્પ્યુટર રૂમમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યુ હતું. જાંક્રે પીંઆઈ સહિતના છ આરોપીઓએ રીઢા ગુનેગારની જેમ શેખ બાબુનીં લાશનો નિકાલ કર્યો હતો તે ઘટનાનું એક્શન રિપ્લે કર્યું જ ન હતુ.

૯ મહિના પહેલા ફતેગંજ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ, પી.એસ.આઇ અને ચાર કોન્સ્ટેબલોએ ચોરીના શક્મંદ તરીક્રે તેલંગાનાના શેખ બાબુને પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ ક્રોમ્પ્યુટર રૂમમાં ખુરશી સાથે બાંધી પૂછપરછના બહાને લાંબા સમય સુધી શારીરિક યાતના આપી લોહી લુહાણ કરી સાપરાઘ મૃત્યુ નિપજાવ્ચાં બાદ લાશને સગેવગે કરી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને ત્યારબાદ હાઈકોર્ટના આદેશ પછી સમગ્ર કેસની તપાસ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમને આપવામાં આવી હતી. ગાંધીનગર સીંઆઇડી ક્રાઇમની ટીમ શનિવારે સવારે ૧૧ઃ૩૦ વાગે અધિક્ષક ગિરીશ પંડ્યા ની આગેવાનીમાં આરોપીઓ પીએસઆઇ દશરથ માઘાભાઈ રબારી ,પી.આઈ ઘર્મેન્દ્રસિંહ બટુક સિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ પંકજ માવજીભાઈ, યોગેન્દ્રસિંહ જીવણસિંહ, રાજેશ સવજીભાઈ, હિતેશ શંભુભાઈને લઈને ફ્તેગંજ પોલીસ સ્ટેશનમાં આવી હતી. ત્યારબાદ શેખ બાબુ ને જ્યાંથી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ના બહાને લાવવામાં આવ્યો હતો તે સ્થળે આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રકશન કરી વધુ માહિતી મેળવી હતી. ત્યાર પછી આરોપીઓને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં લવાચા હતા અને ત્યાં પણ પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં શેખ બાબુને ખુરશીમાં બાંઘીને જે રીતે શારીરિક ચાતનાઓ આપવામાં આવી હતી તે સહિતના મુદ્દા ઉપર રિકન્સ્ટ્રકશન કર્યું હતું. સીસીટીવી ફૂટેજનીં પણ તપાસ કરવાના ભાગરૂપે આઇ ટી રૂમમાં પણ રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ૪ઃ૩૦ વાગે સીઆઇડી ક્રાઇમની ટીમ આરોપીઓને લઇને પરત ફરી હતી. સીઆઇડી ક્રાઇમે તમામ સ્થળો પર એફ.એસપએલ અધિકારીઓ અને ફોટોગ્રાફરોને પણ હાજર રાખ્યા હતા.  જોકે કોમ્પ્યુટર રૂમમાં શેખ બાબુનું મોત થયા બાદ લાશનો નિકાલ કરાયો હોવાનો આરોપ લાગ્યો છે ત્યારે આરોપીઓએ લાશનો નિકાલ કયા સ્થળે અને કઈ રીતે કર્યો હતો તથા તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતના મુદ્દે સીઆઇડી ક્રાઇમ સમક્ષ હજુ આરોપીઓએ કોઈ માહિતી ન આપી હોવાનું બહાર આવ્યું છે જેથી આજના રિકન્સ્ટ્રકશનમાં શેખ બાબુનું મૃત્યુ થયા પછી શું થયું હતું તે વિષય પર સીઆઇડી ક્રાઇમ વધુ તપાસ કરી શકો ન હતી.

ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તત્કાલીન પીંઆઈ, પીએસઆઈ અને ૪ ક્રોન્સ્ટેબલોએ આ પોલીસ સ્ટેશનમાં નોકરી કરી હતી અને ત્યાં જ તેમણે ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે તેમને રિકન્સ્ટ્રકશન માટે લવાયા ત્યારે કાળો બુરખો પહેરીને લવાયા હતા. જે સ્થળે પોલીસ અધિકારીઓની દબદબો અને રોક હતો ત્યાં તેઓ આરોપી તરીકે જોવા મળતા લોકોમાં ભારે ચર્ચા જોવા મળી હતી.

ડિલીટ કરાયેલા સીસીટીવી ફૂટેજ પરત મેળવવા કવાયત સીઆઇડી ક્રાઇમના એસ પી ગિરીશ પંડચાએ જણાવ્યું હતું ક્રે પોલીસ સ્ટેશનના સીસીટીવી ડીલીટ કરવાનું મામલામાં એફ.એસ.એલ અને ટેકનિકલ ટોમ મદદથી ડીલીટ કરાયેલા ફૂટેજ પરત મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે ક્રે ડીલીટ કરાયેલા સીસીટીવી ફુટેજમાંથી ર્ચોકાવનારી માહિતી મળી શક્રે છે.

સીઆઇડી ક્રાઇમે શેખ બાબુ ની લાશનો નિકાલ કઈ રીતે કરવામાં આવ્યો હતો. તે સહિતના મુદ્દા પર તપાસ કરવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશનના નકશાની પણ માંગણી સ્થાનિક પોલીસ અધિકારીઓ સમક્ષ કરી છે. આ નકશાના આધારે સીઆઇડી ક્રાઇમ વધુ તપાસ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સીઆઇડી ક્રાઇમના અધિક્ષક ગિરીશ પંડ્યા જણાવ્યું હતું કે પંચનામા બાદ હવે તથ્યોના આધારે આગળની તપાસ કરવામાં આવશે અગાઉ પણ પંચનામું થયું છે અને હજુ પણ જરૂરિયાત જણાશે તો વધુ પંચનામું કરાશ. અગાઉ પણ એફ્‌.એસ.એલદ્વારા તપાસ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે લાશ નો નિકાલ ક્યાં થયો છે તે વિશે તપાસ ચાલી રહી છે પણ હજુ કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. બે દિવસ બાદ વધુ એક રિકન્સ્ટ્રકશન કરાશે.