વડોદરા, તા.ર૪
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૪૫ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૯૯૮ ઉપર પહોંચી ગઈ છે. વડોદરામાં આજે વધુ પર દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૧૩પપ દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ પ૯૩ દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી ૧ર૪ દર્દી ઓક્સિજન ઉપર અને ૪૦ દર્દી વેન્ટીલેટર ઉપર છે. વડોદરા શહેરમાં કોરોના જાયરસની સારવાર દરમિયાન આજે ૩ દર્દીનાં મોત થયા છે. જેમા ર દર્દીના ગોત્રી હોસ્પિટલ અને એક દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. વડોદરા શહેરમાં આજે ન્યુ વીઆઈપી રોડ, આજવ રોડ, સોમા તળાવ, ફતેગંજ, ફતેપુર, માંજલપુર, હરણી રોડ, નવાયાર્ડ વાડી, કારેલીબાગ, ઓલ્ડ પાદરા રોડ, વાઘોડિયા રોડ, પરિવાર ચાર રસ્તા, વારસિયા અને હાથખાના વિસ્તારમાં કોરોના વાયરસના કેસો નોંધાયા છે જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, બીલ રોડ, સાવલી, ફર્ટીલાઈઝરનગર અને નંદેસરીમાં કોરોનાના કેસો નોંધાયા છે.