વડોદરા,તા.૧૭
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૪૪ કેસ નોંધાયા છે. આ સાથે સવારે બે બાદ વધુ ત્રણના મોત સાથે એક જ દિવસમાં પાંચનાં મોત થયા છે. કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૬૯પ ઉપર પહોંચી ગઈ છે અને વડોદરામાં આજે વધુ ૧૩ દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૧૧૦પ દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ પ૪૦ દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી ૧૦ર દર્દી ઓકિસજન ઉપર અને પ૦ દર્દી વેન્ટીલેટર ઉપર છે. વડોદરામાં કોરોનાની સારવાર દરમ્યાન આજે વધુ પ દર્દીના મોત થયા છે. વડોદરાના મદનઝાપા રોડ પર આવેલા હનુમાન ફળિયામાં રહેતા ૮૭ વર્ષીય રમેશચંદ્ર પટેલનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે, જયારે મૂળ અમદાવાદના રહેવાસી ૬૪ વર્ષીય મુકેશભાઈ દેસાઈનું ખાનગી હોસ્પિટલમાં આજે સવારે મોત થયું છે. ફતેપુરા રાણાવાસ વિસ્તારના બળિયાદેવ ચોક પાસે રહેતા પ૧ વર્ષીય મુકેશ કાળીદાસ રાણા અને વાઘોડિયા રોડ પર અમીધારા સોસાયટીમાં રહેતા કોકીલાબેન શાહનું પણ સારવાર દરમ્યાન મોત થયું છે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભરૂચી ભાગોળમાં રહેતા ૭૬ વર્ષીય વ્યકિતનું વડોદરાની હોસ્પિટલમાં મોત નીપજયું છે.