(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના આજે અત્યાર સુધીના સૌથી વધુ ૬ર કેસ નોંધાયા છે, આમ પોઝિટિવ કેસની કુલ સંખ્યા ર૪પ૯ ઉપર પહોંચી ગઈ છે. વડોદરામાં આજે વધુ ર૯ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૭૯૦ દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ ૬૧ર એક્ટિવ કેસ છે. જે પૈકી ૧ર૯ ઓક્સિજન ઉપર અને ર૮ વેન્ટિલેટર પર છે. વડોદરા શહેરમાં આજે ગોત્રી, છાણી, આજવા રોડ, વડસર, વારસિયા, માંજલપુર, રાવપુરા, પ્રતાપનગર, મુંજમહુડા, ખોડિયારનગર, અટલાદરા, ગોરવા, વાડી, હરણી, તાંદલજા, ફતેપુરા, સમતા, વાસણા રોડ, માણેજા, પથ્થરગેટ, નવાયાર્ડ, અકોટા, ઈલોરાપાર્ક, તરલાલી અને રાણાવાસ વિસ્તારમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા ગ્રામ્યમાં કરજણ, પાદરા, દશરથ, ભાયલી રોડ, રણોલી, ઉંડેરા અને ડભોઈમાં કોરોના વાયરસના કેસો નોંધાયા છે.