વડોદરા,તા.૧૮
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૪૩ દર્દીઓ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૭૩૮ ઉપર પહોંચી ગઈ છે અને વડોદરામાં આજે વધુ ર૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ ૧૧ર૬ દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ પ૬ર દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી ૯૧ દર્દી ઓકિસજન ઉપર અને પર દર્દી વેન્ટીલેટર ઉપર છે. વડોદરા શહેરમાં આજે નવાપુરા, વાડી, યાકુતપુરા, હાથીખાના, પાણીગેટ, વીઈઆઈપી રોડ, ફતેપુરા, વારસીયારીંગ રોડ, ગેંડીગેટ, હરણી, ગોરવા, રાજમહેલ રોડ, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ગોત્રી વિસ્તારમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે વડોદરા ગ્રામ્યના પાદરા, ભાદરવા અને વાંકાનેરમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં કોરોના વાયરસની સારવાર દરમ્યાન આજે વધુ ર દર્દીના મોત થયા છે. વડોદરાના વાડી ભાટવાડા વિસ્તારના કુંભારવાડાના ચંદ્રકાન્ત ડાહ્યાભાઈ પ્રજાપતિનું સારવાર દરમ્યાન મોત થયું છે. જયારે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં ૪પ વર્ષીય રૂકસાના સાજીદ પઠાણ નામની મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું છે.