(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૮
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા જ કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાંચ દ્વારા જેલ કર્મચારીઓની પુછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં આરોપી સલીમ જર્દા, કાનારામ અને રમેશ નામનો કેદી કોલ સેન્ટર ચલાવી રહ્યાં હોવાની વિગતો બહાર આવતા પોલીસે ૨૪ સીમ કાર્ડ બંધ કરાવ્યા છે. આ સીમકાર્ડ તેમજ મોબાઇલ જેલમાં કેવી રીતે આવ્યા તે બાબતે ક્રાઇમ બ્રાંચની ટીમે જેલની ઝડતી ટીમે તેમજ અન્ય કર્મચારીઓ મળી તેઓએ અડધો ડઝન કર્મચારીઓની પુછપરછ કરી છે. ટુંક સમયમાં આ પ્રકરણાં ધરપકડનો દોર શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા ચલાવાતું કોલ સેન્ટર ?

Recent Comments