(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
શહેર નજીક જરોદ સમલાયા રોડ પર એક સોસાયટીના નાળામાંથી એક આધેડનો મૃતદેહ મળી આવતા તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત થતી વિગત અનુસાર આસોજ ગામની સીમમાં આવેલ એક કંપનીના રૂમમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના ૪૬ વર્ષીય અખિલેશ ત્રિવેદીનો મૃતદેહ સાંઇવિલા સોસાયટી પાસેના નાળામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મૃતદેહને જોઇને લોકટોળા એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ જરોદ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.