વડોદરા, તા.ર૪
શહેરના સ્ટેશન વિસ્તારમાં ગરનાળા પાસે પાણીની લાઈનમાં ગઈકાલે ભંગાણ પડ્યું હતું. જે આજે ર૪ કલાક પછી પણ ચાલુ રહ્યું છે. આમ છતાં કોર્પોરેશનના તંત્રે ધ્યાન દોરવા છતાં રીપેરીંગ કરવાની કોઈ તસ્દી લીધી નથી. આ લીકેજના કારણે ગરનાળામાં પાણી પાણી થઈ ગયું છે. જેથી ગરનાળામાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ખૂબ મુશ્કેલી પડી છે. બીજી બાજુ શહેરના સંગમ ચાર રસ્તાથી ફતેપુરા જતા વૃંદાવન ટાઉનશીપ પાસે આજે સવારે સાત વાગ્યે ભંગાણ પડ્યું હતું.
જેના કારણે રોડ પર પાણી વહી ગયા હતા લગભગ ચાર કલાક સુધી લીકેજ ચાલુ રહેતા રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. શહેરમાં પાણીની લાઈનોના લીકેજની ફરિયાદો વધી રહી છે છતાં તેનો કામી નિકાલ લાવી શકાતો નથી.